અમદાવાદના વેજલપુરમાં પત્નીએ પોતાના પ્રેમી અને મિત્ર સાથે મળીને પતિની હત્યા કરવાનું કારસ્તાન કર્યું છે. યુવતીનું નામ સ્નેહલ રાઠવા છે અને તેનો પ્રેમી વિશાલ પઢિયાર અને તેનો મિત્ર જીગ્નેશ આ ત્રણેય એ અનિલ રાઠવાની હત્યા કરી હતી. સ્નેહલ રાઠવા મૃતક અનિલ રાઠવાની પત્ની છે અને વિશાલ પઢીયાર સ્નેહાનો બાળપણનો પ્રેમી છે. સ્નેહાએ પતિ અનિલ ઊંઘી ગયો છે તેવો ફોટો મોકલ્યો અને મેસેજ કર્યો ત્યારે વિશાલ અને જીગ્નેશ બંનેએ ઘરમાં પ્રવેશીને સ્નેહાએ આપેલા દુપ્પટાથી જ તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી.