યુપીના ગાઝિયાબાદના મોદીનગરમાં આ દુર્ઘટના બની હતી. ઇન્સ્ટાગ્રામ પર હિમાંશુ નામના યુવક સાથે 13 વર્ષની યુવતીનો પરિચય થયો હતો. સોમવારે આરોપી યુવતીને એકાંત સ્થળે લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો. આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ તેના પરિવારજનો સાથે મળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી ભારે વેદનામાં સરી રહેલી યુવતીએ બુધવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.