IPL 2024 પહેલા ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. હવે ટીવી અમ્પાયરો પાસે મેચ દરમિયાન નિર્ણયો આપવા માટે વધુ સારી સિસ્ટમ હશે, જેનાથી છેલ્લી ઘણી સીઝનમાં કેટલાક નિર્ણયો પર ઉભા થતા પ્રશ્નોમાં ઘટાડો થશે. IPL 2024માં યોગ્ય નિર્ણય લેવા અને મેચ દરમિયાન વધુ સારા અને સચોટ નિર્ણયો આપવા સ્માર્ટ રિપ્લે સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શુક્રવારથી શરૂ થતી આગામી સિઝનમાં ઝડપી, સચોટ નિર્ણય લેવા અને સરળ પ્રક્રિયા માટે સ્માર્ટ રિપ્લે સિસ્ટમ રજૂ કરશે.
Leave a Reply