અમદાવાદના દરેક રસ્તા પર લટકતું મોત!

અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે કોઈ માસૂમનું જીવ ન જાય તો સારુ. અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ લાઈટના પોલમાં અને વીજ પોલ આસપાસ ખુલ્લા વીજતાર જોવા મળી રહ્યાં છે. જો તમે વરસાદી માહોલમાં બહાર નીકળો છો અને આસપાસ વીજપોલ કે, ખુલ્લા વીજતાર દેખાય છે તો તેનાથી દૂર રહેજો. નહીંતર તમારો જીવ જતો રહેશે. જયારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસથી 500 મીટર દૂર જ ખુલ્લા વીજ તાર જોવા મળ્યા.