ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સે રચ્યો ઈતિહાસ!

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. સુનીતા વિલિયમ્સે બુધવારે અન્ય એક સહકર્મી સાથે ત્રીજી વખત અંતરીક્ષમાં ઉડાન ભરી છે. આ સાથે બંને અવકાશયાત્રીએ બોઈંગ કંપનીના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા પ્રથમ સભ્ય બન્યા છે. વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને બોઈંગના ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશનએ ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ઘણા વિલંબ પછી ઉપડ્યું. 58 વર્ષીય સુનિતા વિલિયમ્સે અંતરીક્ષમાં પરીક્ષણ મિશન પર નવું અવકાશયાન ઉડાવનાર પ્રથમ મહિલા બનીને પણ ઈતિહાસ રચ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *