લોકસભા 2024માં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના ઉમેદવાર પેમસાની ચંદ્રશેખરે તેમના સોગંદનામામાં માહિતી આપી છે કે તેમના પરિવારની કુલ સંપત્તિ 5,785 કરોડ રૂપિયા છે. આ એફિડેવિટ સાથે તેઓ દેશના સૌથી અમીર ઉમેદવાર બની ગયા છે. એફિડેવિટ અનુસાર, તેમની પોતાની સંપત્તિ 2,448 કરોડ રૂપિયા, તેમની પત્નીની સંપત્તિ 2,343 કરોડ રૂપિયા અને તેમના બાળકોની સંપત્તિ લગભગ 1000 કરોડ રૂપિયા છે.
પ્રતિશાદ આપો