રાજકોટમાં તથ્ય વાળી; બેફામ કારચાલકે નશામાં બાઈકચાલકનો લીધો ભોગ

રાજકોટના રામાપીર ચોક ઓવરબ્રિજમાં બેફામ કારચાલકે એક વ્યક્તિનો ભોગ લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ગંભીર અકસ્માતમાં બાઈકચાલકનું વાહન અડધો કિલોમીટર સુધી ફંગોળાયું હતું. મૃતકનું નામ કિરીટ પોંદા હોવાનું જાણવા મળ્યું છે. કિરીટભાઇ લોઘાવાડ ચોકમાં સેન્વીચની દુકાન ચલાવે છે. કારચાલક બે શખ્સોને નશાની હાલતમાં પોલીસે પકડી પાડ્યા છે. કાર નંબર GJ 03 LM 1990 છે. ડીસીપી કક્ષાના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *