રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરત ફાયરની ટિમ સફાળી જાગી છે. શહેરના ઉધના સ્થિત અનુપમ એમેસિટી સેન્ટર ની 12 દુકાન સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યાએ હોસ્પિટલ, ક્લિનિક, જિમ, ટ્યુશન કલાસીસ, રેસ્ટોરન્ટ અને હોટલ સીલ કરવામાં આવી છે. આ તમામ લોકોએ ફાયર એન.ઓ.સી રીન્યુ કરાવી ન હતી. અગાઉ ફાયર વિભાગે ફાયર એન.ઓ.સી રીન્યુ માટે નોટિસ આપી હતી. નોટિસ બાદ પણ કોઈ કામગીરી ન કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે. મોડી રાત્રે તમામ સ્થળો પર સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી.
પ્રતિશાદ આપો