કર્ણાટકના તુમકુરમાં એક ભયાનક ઘટના બની છે. એક પ્રેમી યુગલ ઐતિહાસિક શ્રી બેટ્ટા રંગનાથ સ્વામી ક્ષેત્ર પાસેના જંગલ વિસ્તારમાં ગયા હતા. ત્યાં પ્રેમી યુગલ વચ્ચે નાની બાબતે ઝઘડો થયો હતો. આનાથી ગુસ્સે ભરાયેલા રંગનાથે (21) તેની પ્રેમિકાની સામે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. યુવતીએ તેના મોબાઈલ ફોન પર તેના મિત્રોને માહિતી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી યુવતીની ધરપકડ કરી હતી.
પ્રતિશાદ આપો