સુરતના કતારગામમાં કીર્તિ નામના તાંત્રિકે ખોટી રીતે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. કતારગામ પોલીસે ફરિયાદના આધારે કીર્તિ માંડવીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કિર્તી સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. સિગારેટ પીતા પીતા ધૂણતો હોય તેવી ઘણી બધી રિલ્સ પણ તેને બનાવી છે. રાજ્યમાં અવાર નવાર અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવતા હોય છે.
પ્રતિશાદ આપો