વડોદરામાં ડભોઇ રોડ પર સોમા તળાવ પાસે પ્રેસપોટ રેસિડેન્સીમાં રહેતો જયદીપ કુમાર અંબાલાલ સોલંકી વર્ષ 2020 પહેલા આરટીઓમાં પાકા લાયસન્સ ટેસ્ટ ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારા મિત્રની પત્ની સાથે અવારનવાર વાતચીત કરતો હતો. છેલ્લા બે અઢી મહિનાથી અમે એકબીજાને નજીક આવેલા અને આ મહિલા સાથે મોબાઇલ ફોન પર તેમજ મેસેજમાં પણ વાતચીત થતી હતી અને અમારી મરજીથી અવારનવાર ગાડી લઈને ફરવા જતા હતા. આ વાતની જાણ તેના મિત્રને થતાં તે ચાકુ લઈને સલુનમાં ઘૂસી આવ્યો હતો અને તું મારી પત્નીને ક્યાં લઈ ફરવા જાય છે તેમ કહી મારા પેટના ભાગે ઘા મારવા જતા. મેં જમણા હાથ વડે ચપ્પુ પકડી લીધું હતું જેથી હાથની આંગળીઓ વચ્ચેના ભાગથી કપાઈ ગઈ હતી.
પ્રતિશાદ આપો